BEWARE Of Such Mal-practices Going in Stock Market & Commodity Market. April 25, 2012
Posted by marketcalls in Uncategorized.Tags: Nifty Tips, stock tips, Tips
add a comment
આજકાલ શેરબજાર-કોમોડીટી માર્કેટ માં ટીપ આપનારી એડવાઈઝરી ઓ નો રાફડો ફાટી નીકળેલ છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં આવી ૨૫૦/૩૦૦ જેવી હાટડીઓ આવા લેભાગુ તત્વો ધ્વારા ચલાવાઈ રહેલ છે. જેમાં ૯૫ ટકા જેટલી સૂંઠ ના ગાંગડે ગાંધી થવા નિકળેલ આવા લેભાગુ તત્વો નો રોકાણકારો-ટ્રેડર ભોગ બને નહીં તે માટે તેનો પરદાફાશ કરવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે.
આ લોકો ની મોડસ ઓપરેડન્સી કાંઈક નીચે મુજબ છે.
(૧) કમિશન ની લાલચ આપી ને તદ્દન નવા યુવક-યુવતીઓ ને આ કામ માં લગાડવા માં આવે છે.એમા થી મોટા ભાગ ના યુવક-યુવતી ઓ ને શેરબજાર-કોમોડીટી માર્કેટ શુ છે તેની પણ ખબર નથી હોતી, તેમને ફયુચર ઓપ્શન્ , લોટ સાઈઝ્ ઓપન ઇન્ટ્રેસ્ટ, તે વિશે તો બિલકુલ ખબર હોતી નથી.આવા લોકો તમને ફોન કરી ને જેક્પોટ કોલ – સુપર ડુપર કોલ- જેવા અનેક લલચામણી ઓફર નામે લલચાવી ને તમને તમારા પૈસા ગુમાવા માટે તમને ટીપ આપે છે..આવી જ એક ઓફીસ ની યુવતી ને વિશ્વાસ માં લઈ અમુક સવાલો પુછતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે તે તમારી જાણ ખાતર અહીં લખવા પ્રેરાયો છુ.
(૨)પહેલા તો આ લેભાગુ તત્વો અમુક બ્રોકીંગ હાઊસ- એન.એસ.ડી.એલ્. / સી.ડી.એસ.એલ્ ના કર્મચારી ત્થા અમુક એજન્ટો પાસે થઈ કલાયન્ટ ના નામ ને મોબાઈલ નંબર મેળવે છે. પછી જે તે યુવક- યુવતી ધ્વારા તેમનો કોન્ટેકટ કરાય છે. પછી કોઈપણ ૨ કલાયન્ટ ને એક સાથે કોલ આપે છે. દા. ત. એક ને સિલ્વર ૫૫૦૦૦ રુપિયા માં ખરીદ કરાવાય છે ને એક ને તે જ ભાવ પર વેચાણ કરવાનો કોલ આપવામાં આવે છે હવે જે બાજુ એ લોકો સાચા પડે તેને રોજ આવી ટીપ્સ આપવાની લાલચ આપવામાં આવે છે ને બીજા કલાયન્ટ નો ફોન આવે તો ઉપાડતા નથી. હવે જેની પાસે કોલ સાચો પડયો હોય તેને આવા રોજ કોલ મેળવવા પોતાના બેંક ના ખાતા માં ૭૦૦૦/૨૫૦૦૦ રુપિયા સુધી નો જે ચાર્જ હોય તે ટ્રાન્સફર કરવાનુ કહેવામાં આવે છે. જો તમે એકવાર પૈસા ભરી દિધા પછી આ લોકો રાજાપાઠ માં આવી જાય છે ને તમને સાચા-ખોટા કોલ આપવાનુ ચાલુ કરે છે. ને તમને લોસ થયો ને તમે ફોન કરો તો તમારો ફોન ઉપાડતા નથી અને કદી આવા લેભાગુ લોકો પોતાની ઓફીસ નુ સરનામુ પણ તમને આપતા નથી. અનેક ત્યાં કામ કરતા લોકો ને પણ સખ્ત સુચના આપવામાં આવે છે કે કદી કલાયન્ટને પોતાનુ નામ કે સરનામુ આપવુ નહીં.
(૩) આવી રીતે કામ કરતા યુવક-યુવતી ને કોઈ પગાર આપવામાં આવતો નથી પરન્તુ તેમને ૧૫ થી લઈ ને ૩૫ ટકા જેવુ કમિશન આપવામાં આવે છે.. અમને આવી માહિતી આપનાર એક યુવતી ને પૂછતા તેણે જણાવેલ કે તેને ગયા આખા મહીના દરમ્યાન ૧૪૦૦ રુ. કમિશન પેટે મળેલ.
(૪) હવે જો આવી રીતે કોઈ કલાયન્ટ પૈસા ભરવા તૈયાર ના થાય તો તેને પ્રોફીટ- શેરીંગ ની સ્કીમ માં મેમ્બર થવાનુ કહેવામાં આવે છે..
આ પ્રોફીટ-શેરીંગ ની સિસ્ટમ એવી છે કે તારુ મારુ સહિયારુ ને મારુ મારા બાપનુ.
એમાં કાંઇક આવી રીતે કામ કરાવામા આવે છે કે જે સભ્ય બને તેમાં ૩૦ ટકા થી લઈ ને ૫૦ ટકા જેવી રકમ નફા-નુકશાન માં નક્કી કરવામાં આવે છે. ને અમુક લેભાગુ તત્વો તો નફો ભાગીદારી માં લોસ અમારો એવી સ્કીમ પણ ચલાવતા હોવાનુ ધ્યાન માં આવેલ છે..હવે આમાં કઈ રીતે લોકો ને ફસાવવા માં આવે છે તે સવિસ્તાર જોઈએ..
દાખલા તરીકે કોઈ ભાઈ તેમાં સભ્ય થયા ને તેમને પહેલા દિવસે પ્રોફિટ ૧૦,૦૦૦ થયો તો તમને તરત જ તેને તે ટકાવારી પ્રમાણે પૈસા મોકલવાનુ કહે છે ને તે દિવસે બીજો કોઇ કોલ અપાતો નથી. પૈસા ખાતા માં આવી જાય પછી સમજો કે બિજા દિવસે તમને લોસ થાય તો તમને તે પૈસા ટકાવારી પ્રમાણે પાછા નથી મોકલતા પણ તમને તે લોસ કવર કરી આપવાનુ કહેવામાં આવે છે. આમ તમારા ખાતામાં તમારા હિસાબે ને જોખમે બીજો સોદો કરવાનુ કહેવામાં આવે છે. ને આવુ મારા મિત્ર ના કેસ માં જ બન્યુ તેને પ્રથમ દિવસે ૧૩૦૦૦ નફો થતા તેણે ૬૫૦૦ રુ. જે તે ખાતા માં મોકલી દીધા. બીજા દિવસે તેને જ ૧૭,૦૦૦ નો લોસ થયો તેને લોસ સોદા માં કવર કરાવી દઈશુ તેમ કહી ને વિશ્વાસ માં લઈ ને બીજા ૩ સોદા માં ૫૭,૦૦૦ નો લોસ થયો. અને હજુ એ બહાદુર એડવાઈઝરી વાલા સોદો કરવાનુ કહે છે. પરંતુ હવે એ મિત્ર ને અકકલ આવી કે આવી રીતે કામ ના થાય કારણ જે પણ સોદો કરો તે તમારા ખાતા માં કરવો પડે ને લોસ જાય તે તમારે જ ચુકવવો પડે. ને આવા લેભાગુ તત્વો તમારા રુ. લઈ જાય ને સરવાળે તમારી મુર્ખ માં ગણતરી થાય ને ના કહેવાય ને ના સહેવાય તેવી પરિસ્થીતી માં તમે મૂકાઈ જાવ. તેથી દોસ્તો તમારા પરસેવા ની કમાણી ને આવા લેભાગુ તત્વો ના હાથ ના સોંપોં. નફો-નુકશાન જે પણ કરો તે તમારી મરજી નુ કરો તો પાછળ થઈ અફસોસ ના થાય્..
આ અંગે સેબી એ તાજેતર માં તેની સાઈટ પર પરિપત્ર મુકેલ છે, ને કાયદેસર ની નોંધણી કરાવી પડશે. પરંતુ નાણાખાતા ત્થા સેબી એ એક્દમ કડક પગલા લેવા જોઈએ. ને આવ તત્વો ને ખુલ્લા પાડવા જોઈએ.
હાલ ઘણા સૂંઠ ને ગાંગડે ગાંધી બની બેઠેલા એનાલીસ્ટો ISO નો ટ્રેડમાર્ક રાખતા થઈ ગયા છે પરંતુ ISO નો ટ્રેડમાર્ક તો કાંઈ સચોટ ટિપ્સ આપવાનૂ પ્રમાણપત્ર નથી. અત્યારે તો ISO નો ટ્રેડમાર્ક મેળવવા ના પણ દલાલો પણ ખૂબ થઈ ગયા છે ને પૈસા ખરચતા મલી જાય છે. માટે આવા કોઈ પ્રમાણપત્ર થી ભરમાવુ નહીં. કારણ ISO નુ પ્રમાણપત્ર આવનારા દિવસો માં પાણીપુરી- સેન્ડવીચ – ભાજીપાઊ – ભજીયાવાળા ની દુકાનો પર ને લારી પર પણ જોવા મલી શકે…
વાચકમિત્રો કહેવત છે ને કે ,લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે’ અગાઊ ના વર્ષો માં આપણે અશોક જાડેજા/ અભય ગાંધી/ અભિનવ ગોલ્ડ/ જેવી અનેક લલચાવનારી સ્કીમ માં આપણી ગુજરાતી પ્રજા એ ખુબ પૈસા ગુમાવ્યા છે. ને આપણી આર્થીક તાકાત પણ ઓછી થતી ગઈ છે. તેથી વાચકમિત્રો ને ખાસ વિનંતી કે આ લેખ ને અત્યારે મંદી તો યાદ રાખજો પરંતુ તેજી ના માહોલ માં ખાસ યાદ રાખજો. આપણા પૈસા ના આપણે માલીક બનો.. કોઈ લલ્લુ પંજુ નો ફોન આવે તો સ્પષ્ટ શબ્દો માં એને જવાબ આપતા શિખો કે ” દોસ્ત મને કમાવા માટે સલાહ આપે છે તો તુ જ કમાઈ લે’ .. આવા કોઇપણ પ્રકાર ના જાસા માં આવતા પહેલા કોઈપણ વ્યકિત એ ‘ આજા ફસાજા ‘ ‘લોભે લક્ષણ જાય’ ત્થા લોભ ને થોભ નહીં જેવી ઊકિતઓ ધ્યાન માં રાખવી જોઈએ
Free Nifty Future Tips 11-12-08 December 10, 2008
Posted by marketcalls in Nifty.Tags: FREE NIFTY FUTURE TIPS Tips, Future, Future Tips, Nifty, Nifty Tips
add a comment
NIFTY FUTURE
-Always Remember, put SL in your every trade.
Rupesh Yatesh Dalal
Free Nifty Future Tips 10-12-08 December 9, 2008
Posted by marketcalls in Nifty.Tags: FREE NIFTY FUTURE TIPS Tips, Future, Nifty, Nifty Tips
add a comment
-Always Remember, put SL in your every trade.
Rupesh Yatesh Dalal
Free Nifty Future Tips 4-12-08 December 3, 2008
Posted by marketcalls in Nifty.Tags: Derivetives, F&O Calls, F&O Tips, FREE NIFTY FUTURE TIPS, Future, Future Tips, Nifty, Nifty Tips, Tips
add a comment
ABOVE 2673 TARGET 2706, 2737, 2779, 2845
BELOW 2644 TARGET 2610, 2565, 2495
-Always Rmember, put SL in you every trade.
-Noramally SL should be between 1.5% to 2.5%.
Rupesh Yatesh Dalal
MARKETCALLS



